કાંટા લગા…ની જાણીતી ગુજરાતી અભિનેત્રી શેફાલી જરીવાલાનું શંકાસ્પદ નિધન
કાંટા લગા…ની જાણીતી ગુજરાતી અભિનેત્રી શેફાલી જરીવાલાનું શંકાસ્પદ નિધન
Blog Article
ઘણા વર્ષો પહેલા કાંટા લગા… ગીતના કારણે જાણીતી બનેલી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું મોડી રાત્રેકાર્ડિયાક અરેસ્ટને કારણે મુંબઇમાં નિધન થયું છે. આ સમાચાર મળતાં બોલીવૂડમાં શૉક વ્યાપ્યો છે. શેફાલીના પતિ પરાગ ત્યાગીએ તેને છાતીમાં દુઃખાવાની ફરિયાદને પગલે નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરી હતી. 42 વર્ષીય શેફાલીને શુક્રવારે મોડી રાત્રે 12:30 વાગ્યા અરસામાં અંધેરીમાં કપૂર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પરંતુ તેનું મૃત્યુ રસ્તામાં જ થઇ ગયું હતું.
Report this page